મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’; કાર્યક્રમમાં 27 મિનિટનું સંબોધન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું, અમે 8 હજાર માઈલનું અંતર કાપીને અહીં એ જ કહેવા આવ્યા છીએ કે અમેરિકન્સને ભારત માટે પ્રેમ છે. 5 મહિના પહેલાં અમેરિકાએ તમારા મહાન વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આજે ભારતે અમારુ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું છે. સુંદર અને નવા મોટેરા સ્ટેડિયમમાં આવીને સંબોધન કરવું મારા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યુ હતુ કે અહીંનું બોલિવૂડ ક્રેએટિવિટીનું ઉદાહરણ છે. ભાંગડા,રોમાન્સ, ડ્રામા અને ક્લાસિકનું એક ઉદાહરણ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ છે. સચિન તેંદુલકરથી લઈને વિરાટ કોહલી ભારતના મહાન ખેલાડીઓ છે. સરદાર પટેલની આ દેશે સૌથી ઉંચી પ્રતિમા બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. દિવાળીને આ દેશના લોકો ખરાબ પરસારાની જીતના પ્રવ તરીકે ઉજવે છે. રંગોનો અહીં સુંદર તહેવાર હોળી છે. ભારત દરેક વ્યક્તિની ગરીમાનું સન્માન કરતો દેશ છે. અહીં કરોડો હિન્દુ-મુસ્લિમ, સિખ, જૈન, ઈસાઈ અને બૌદ્ધ એક સાથે રહે છે.
#donaldtrump
Home News Entertainment/Sports ડોનાલ્ડ ટ્રમ્પે બૉલિવૂડ ફિલ્મ DDLJનો ઉલ્લખ કર્યો : સચિનથી વિરાટ સુધી મહાન ખેલાડીઓ