ડ્રિમ ગર્લ – ૨ : લહેંગા-ચોલી પહેરી ‘પૂજા’ બન્યો આયુષ્માન ખુરાના

0
280

ડ્રિમ ગર્લ – ૨ : આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની સીક્વલની જાહેરાત કરી ત્યારથી ફેન ઉત્સાહિત હતા. પહેલા ભાગમાં એક્ટર ‘પૂજા’ નામની છોકરી બનીને પુરુષોની સાથે લોભામણી વાતો કરીને ફસાવતો જોવા મળ્યો હતો. તે એક કોમેડી ફિલ્મ હતી પરંતુ મેકર્સે સીક્વલ તેનાથી પણ રસપ્રદ હશે તેવો દાવો કર્યો છે. સીક્વલની જાહેરાત અને રિલીઝ ડેટનો ખુલાસો કરતું એક ટીઝર વેલેન્ટાઈન ડેની પૂર્વ સંધ્યાએ શેર કરવામાં આવ્યો હતો. જેમાં આયુષ્માન ફરીથી તેના પાત્ર ‘પૂજા’માં જોવા મળ્યો. વીડિયોમાં તેનો ચહેરો જોવા મળ્યો નહીં. જો કે, પહેલાની જેમ તે વાતો કરતો દેખાયો. તે ફોનમાં બીજા કોઈ નહીં પરંતુ ‘પઠાણ’ સાથે વાત કરતો દેખાયો. ફોનની બીજી સાઈડથી શાહરુખ ખાનનો અવાજ સંભાળવા મળી રહ્યો છે અને આ બાબતે ફેન્સને વધારે ખુશ કરી દીધા છે.