ઢોરવાડામાં પુરવામાં આવેલી 185 ગાયોને રબારીઓનું ટોળું ભગાડી ગયું

0
1080

જન્માષ્ટમીની મધ્યરાત્રીએ મુક્તિધામ પાસે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવેલી 185 ગાયોને રબારીઓનું ટોળું ભગાડી ગયું હતું. ત્યારે સેક્ટર-13માં રહેતો શંભુ લલ્લુ દેસાઈ સિક્યુરિટી ગાર્ડ પાસે પહોંચ્યો હતો. તેણે સિક્યુરિટીનું મોઢું દબાવીને તેની પાસેથી મોબાઇલ પડાવી લીધો હતો. બાકીના લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને આવ્યા હતાં. શંભુ સિક્યુરિટી પાસે જઈને કહ્યું કે, આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દિવસે તો ભગવાન કૃષ્ણ ગાયોને ખુલ્લી છોડતા હતા તમે કેમ ખુલ્લી છોડી નથી. તેમ કહીને સિક્યુરિટી ગાર્ડ પાસે રહેલી દરવાજાની ચાવી લઈ લીધી અને બાદમાં માર માર્યો હતો. ત્યારબાદ ઢોરવાડામાં રહેલી તમામ 185 ગાયોને ભગાડીને લઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ સિક્યુરિટી ઈશ્વરભાઈ વાણીયાએ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here