તમામ સાંસદોની સેલેરીમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય

0
681

કોરોનાવાઈરસની વિરુદ્ધની લડાઈમાં નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એક વર્ષ સુધી તમામ સાંસદોની સેલેરીમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. સાંસદોની આ સેલેરીનો ઉપયોગ કોરોનાવાઈરસ સામે લડવામાં કરવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકાર આજે પરિપત્ર બહાર પાડશે. આ સિવાય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પણ એક વર્ષ સુધી પોતાની સેલેરીનો 30 ટકા હિસ્સો ઓછો લેશે. 2 વર્ષ માટે સાંસદને મળતું ફન્ડ સ્થગિત કરવામાં આવ્યું છે. સંસદ સભ્યોને વિકાસ માટે મળતી ગ્રાન્ટમાં રૂ. 7900 કરોડ સ્થગિત કરાવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here