તમિલનાડુના અભિનેતા અને DMDK નેતા વિજયકાંતનું નિધન…

0
131

તમિલનાડુમાં દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ નેતા વિજયકાંતનું ગુરુવારે ચેન્નાઈમાં નિધન થયું છે. તેમને તાજેતરમાં જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. અભિનેતા અને રાજકારણીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિજયકાંતને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, વિજયકાંતને 20 નવેમ્બરે MIOT હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ બુલેટિન અનુસાર, વિજયકાંતને ન્યુમોનિયાની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તબીબી કર્મચારીઓના પ્રયત્નો છતાં, 28 ડિસેમ્બર 2023 ના રોજ સવારે તેમનું અવસાન થયું.