દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું : કોરોના યોદ્ધાઓને સમ્માન, ગૌરવ કરો

0
1215

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થયા હતા. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે.વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે. વડાપ્રધાન મોદી આજે અમુક છૂટછાટ સાથે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ગયા શનિવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા માટેની વાત પણ કરી હતી. મોદીએ કહ્યું હતું કે લોકોએ અનુશાસિત રીતે લોકડાઉન પાળ્યું તે માટે જનતાને નમન કરુ છું, આજે કોરોના વૈશ્વિક મહામારી બની ગયો છે, ભારતે સમય પહેલાં જ આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી,ભારતે ઝડપથી નિર્ણય લઈને કોરોનાને ફેલતો અટકાવવામાં ખૂબ સારા પ્રયત્નો કર્યા છે,અન્ય દેશોમાં જે પ્રમાણે કોરોનાનો આંકડો વધી રહ્યો છે તેની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે.
PM મોદીએ આ 7 વાતો પર લોકોનો સાથ માંગ્યો
1. ઘરના વૃદ્ધોનું ધ્યાન રાખો, જેમને જૂની બીમારી હોય, તેમની ખાસ કેર કરવી, તેમને કોરોનાથી ખાસ બચાવીને રાખવાના છે
2. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેસિંગનું સંપૂર્ણપણે પાલન કરો. ઘરમાં બનેલા ફેસ કવર કે માસ્કનો ચોક્કસ ઉપયોગ કરો
3. તમારી હ્યુમિનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો. ગરમ પાણી વગેરેનું પાલન કરો
4. કોરોના સંક્રમણને ફેલાવતું રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ ચોક્કસ ડાઉનલોડ કરો, બીજાને પણ 30 લોકોને ડાઉનલોડ કરવા પ્રેરિત કરો
5. જેટલું બની શકે એટલું ગરીબ પરિવારની દેખરેખ કરો, તેમના ભોજનની આવશ્યકતા પૂરીકરો
6. તમે તમારા વ્યવસાય ઉદ્યોગ તમારી સાથે કામ કરતાં લોકો માટે સંવેદના રાખો. કોઇને નોકરીમાંથી ના નીકાળો
7. દેશના કોરોના યોદ્ધાઓને ડૉકટર્સ, નર્સીસ , સફાઇ કર્મી બધાનું સમ્માન, ગૌરવ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here