‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા કમબેક કરશે

0
1779

પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબહેન એટલે કે દિશા વાકાણીના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. આ શોમાં દયાબહેન હવે જોવા મળશે. ફેન્સ માટે નવા ન્યૂઝ એ છે કે, દયાબહેનના કૅરૅક્ટરમાં બીજી કોઈ એક્ટ્રેસ નહીં પણ દિશા વાકાણી જ જોવા મળશે.

એક રિપોર્ટ અનુસાર દિશા આ નવરાત્રિમાં જ આ શોમાં કમબેક કરશે. આ શોના મેકર આસિત કુમાર મોદીની શરતોએ કામ કરવા માટે તે માની ગઈ છે. મેકર્સે દિશાની સાથે ફરી કોન્ટ્રેક્ટ પણ સાઇન કરી લીધો છે.

ઘણા સમયથી દયાબહેનનાં રોલ માટે જુદાં-જુદાં નામ આવી રહ્યાં હતાં. જેમાં એક્ટ્રેસ વિભૂતિ શર્માનું નામ પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here