Home News Entertainment/Sports ત્રીજી ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ અને 202 રનની લીડથી વિજય

ત્રીજી ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ અને 202 રનની લીડથી વિજય

0
1450

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટમૅચ રાંચીમાં રમાઈ, જેમાં દક્ષિણ આફ્રિકાની એક ઇનિંગ અને 202 રનથી પરાજય થયો છે.

મંગળવારે મૅચનો ચોથો દિવસ હતો. આમ ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં ભારતે 3-0થી સિરીઝ ઉપર કબજો કર્યો છે.

પ્રથમ ઇનિંગમાં નવ વિકેટે 497 રન બનાવીને ભારતે પોતાની ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા માત્ર 162 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું, જેનાં કારણે તેને ફૉલોઑન મળ્યું હતું.

આ પહેલાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતા ભારતે 9 વિકેટના ભોગે 497 રનનો સ્કોર કર્યો હતો. જે બાદ ભારતે ઇંનિગ્સ ડિકલેર કરી હતી.

પ્રથમ ઇનિંગમાં ફક્ત 162 રનમાં ઑલઆઉટ થઈ જનાર દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં શરૂઆત જ ખરાબ રહી હતી અને માત્ર નવ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

NO COMMENTS