ક્વિટોન ડી કોકના 89 બોલમાં 8 ફોર અને 6 સિક્સર સાથે 106 રન. યશસ્વી જયસ્વાલની અણનમ સદી (116) અને રોહિત શર્મા (75), વિરાટ કોહલી (65)ની અડધી સદી. ભારતનો 9 વિકેટે વિજય.
પ્રસિદ્ધ ક્રિષ્ના અને કુલદીપ યાદવના તરખાટ પછી યશસ્વી જયસ્વાલની અણનમ સદી (116) અને રોહિત શર્મા (75) અને વિરાટ કોહલી (65)ની અડધી સદીની મદદથી ભારતે ત્રીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકા 47.5 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. હવે 9 ડિસેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી 20 શ્રેણી શરુ થશે. યશસ્વી જયસ્વાલને મેન ઓફ ધ મેચ અને શ્રેણીમાં 302 રન બનાવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.






