સુચાતા ચુઆંગસ્ત્રી, જેને પ્રેમથી ઓપલ કહેવાય છે, થાઈલેન્ડના ફુકેત શહેરમાં 20 માર્ચ 2003માં જન્મેલી છે. તે થામસૈટ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ રિલેશનની સ્ટુડન્ટ છે અને થાઈ, અંગ્રેજી અને ચીની ભાષા સારી રીતે બોલી, વાંચી શકે છે. તેની સામાજિક પહેલ “ઓપલ ફોર હર” મહિલાના બ્રેસ્ટ હેલ્થ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે, જે તેને 16 વર્ષની એક બ્રેસ્ટ સિસ્ટના ઓપરેશનના અનુભવથી પ્રેરિત થઈને શરૂ કરી હતી.મિસ વર્લ્ડ 2025 પ્રતિયોગિતામાં સુચાતાએ મલ્ટીમીડિયા ચેલેન્જ જીતીને ટોપ 40માં સ્થાન મેળવ્યું અને છેલ્લે ફાઇનલમાં પહોંચી. તેની આ જીતે થાઈલેન્ડ માટે મિસ વર્લ્ડનો પ્રથમ ખિતાબ લાવીને ઇતિહાસ રચી દીધો. આ પ્રતિયોગિતામાં ભારતની નંદિની ગુપ્તાએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. પણ તે ટોપ 2માં જગ્યા બનાવી શકી નહીં. જો કે તેણે ટોપ મોડલ ચેલેન્જમાં એશિયા, ઓશનિયા વિસ્તારની વિજેતા બનીને દેશનું નામ રોશન કર્યું. સુચાતાની આ જીત થાઈલેન્ડ માટે ગર્વની ક્ષણ છે.