દક્ષિણ આફ્રિકા સામે 10 વિકેટે વિમેન્સ ટિમ ની જીત…

0
141

ભારતીય મહિમલા ટીમે ત્રીજી ટી20માં દક્ષિણ આફ્રિકા સામે પહેલા બોલિંગ અને ત્યાબાદ બેટિંગમાં દમદાર દેખાવ કરીને 10 વિકેટે જીત મેળવ્યો હતો. આ સાથે જ ત્રણ ટી20 મેચની સિરીઝ ભારતે 1-1થી સરભર કરી હતી. પ્રથમ ટી20માં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમનો 12 રને વિજય થયો હતો. ત્યારબાદ બીજી ટી20 વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી. મંગળવારે અહીં રમાયેલી ત્રીજી અને છેલ્લી ટી20માં દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગનું નિમંત્રણ આપ્યા બાદ પૂજા વસ્ત્રાકરની (4/13)ની વેધક બોલિંગની મદદથી પ્રવાસી ટીમ 84 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતીય વિમેન્સ ટીમે ઓપનર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાની અણનમ ફિફ્ટીની મદદથી 10.5 ઓવરમાં વિના વિકેટે 88 રન નોંધાવીને 10 વિકેટે વિજય મેળવ્યો હતો. મંધાનાએ વિજયી છગ્ગો ફટકારતા તેની ફિફ્ટી પણ પૂર્ણ કરી હતી. ભારતીય મહિલા ટીમનો દક્ષિણ આફ્રિકા સામે વિકેટ (10) અને બાકી રહેલા બોલ (55)ની દ્રષ્ટિએ સૌથી મોટો વિજય રહ્યો હતો.

લો સ્કોરિંગ મેચમાં ભારતીય બેટર્સ સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ એકલા હાથે જ 10.5 ઓવરમાં લક્ષ્યાંક પાર પાડ્યો હતો. મંધાનાએ 40 બોલમાં અમનમ 54 રન કર્યા હતા જેમાં આઠ ચોગ્ગા અને બે સિક્સરનો સમાવેશ થયો હતો. શેફાલી 25 બોલમાં ત્રણ ચોગ્ગાના સહારે 27 રને કરીને નોટ આઉટ રહી હતી. દક્ષિણ આફ્રિકાની બોલર ક્લર્ક 1.5 ઓવરમાં 22 રન આપીન ખર્ચાળ સાબિત થઈ હતી. જ્યારે ખાકા તથા મલાબા બંનેએ બે ઓવરમાં 20-20 રન આપ્યા હતા.