દિલીપકુમારને અપાઈ શાનદાર ટ્રિબ્યુટ

0
878

જાવેદ અલી, શાન અને મિકા સિંહે ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગમાં લેજન્ડરી ઍક્ટરના ગીતો દ્વારા સૌને તેમની યાદ અપાવી દીધી. શોમાં જાવેદ અલી, શાન અને મિકા સિંહે ઝીટીવી પર આવતા ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં દિલીપકુમારને ટ્રિબ્યુટ આપ્યું હતું. દિલીપકુમારનું નિધન બુધવારે સવારે ૯૮ વર્ષની ઉંમરે થયું હતું. તેમની સાથે ઇન્ડિયન સિનેમાના એક યુગનો અંત આવ્યો છે. આ શોમાં મુંબઈ વૉરિયર્સ, પંજાબ લાયન્સ અને ગુજરાત રૉકર્સ સેમી ફાઇનલમાં આવી ગયા છે. હવે છેલ્લા સ્પૉટ માટે યુપી દબંગ્સ અને બેન્ગૉલટાઇગર્સ વચ્ચે ટક્કર છે. જોકે આ પહેલાં ટીમના કૅપ્ટન્સ દ્વારા દિલીપકુમારનાં ગીતો ‘ઝિંદાબાદ ઝિંદાબાદ અય મોહબ્બત…’, ‘યે મેરા દીવાનાપન હૈ’ અને ‘યે દેશ હૈ વીર જવાનોં કા’ જેવાં ગીતો ગાઈને ટ્રિબ્યુટઆપ્યું હતું. રિયલિટી સ્ટાર દિયા અને ઇરફાને પણ ‘નૈન લડ જઈ હૈં’ અને ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીત ગાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here