દિલ્હીના અનાજ માર્કેટમાં એક ફેક્ટરી ગઈ કાલે એટલે કે રવિવારે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાએ 43 લોકોના જીવ લીઘા અને લગભગ 56 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટનાના 24 કલાક બાદ પણ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.દિલ્હીના અનાજ માર્કેટમાં એક ફેક્ટરીમાં ગઈ કાલે એટલે કે રવિવારે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાએ 43 લોકોના જીવ લીઘા અને લગભગ 56 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટનાના 24 કલાક બાદ પણ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ એટલી ભયાનક હતી કે ત્યાં સૂઈ જવાના કારણે ફસાયેલા 43 લોકોને ભાગવાનો પણ સમય મળ્યો નહીં. જે ફેક્ટરીમાં આગ લાગી તેની બારીઓ પર પ્લાસ્ટિકનો સામાન હતો અને વેંટિલેશનને માટેની પણ પૂરતી વ્યવસ્થા ન હતી.
લોકોને બચાવવા જવા માટેની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ગ્રિલ કાપીને અંદર ઘૂસ્યા હતા. આ કામમાં ઘણો વધારે સમય લાગી ચૂક્યો હતો. સાંજ થતાં સમાચાર આવ્યા કે કુલ મૃત્યુઆંક 43નો થયો છે.