દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા…

0
292

ગુરુવારે સવારે વરસાદ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લગભગ 1આ ભૂકંપ સવારે 9:04 વાગ્યે અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઝજ્જરમાં હતું. આ કંપન જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ થયું હતું. ભૂકંપનો આંચકો સમગ્ર હરિયાણા, પંજાબના કેટલાક ભાગો અને દિલ્હી-એનસીઆરમાં અનુભવાયો હતો. જણાવી દઇએ કે, દિલ્હી-એનસીઆરની બહુમાળી ઇમારતોમાં ભૂકંપ વધુ અનુભવાયો હતો. કંપન એટલું જોરદાર હતું કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. ગુરુગ્રામથી નોઈડા સુધીના લોકો ખુલ્લી જગ્યાઓમાં બહાર આવ્યા. સદનસીબે, ભૂકંપની તીવ્રતા મધ્યમ હતી. સામાન્ય રીતે 5 થી ઓછી તીવ્રતાના ભૂકંપમાં નુકસાનની કોઈ શક્યતા હોતી નથી.0 સેકન્ડ સુધી અનુભવાયા હતા.