સોમવારે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર પાર્ક કરેલી એક હ્યુન્ડાઇ i20 કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ભયાનક ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે પાર્ક કરેલી ઘણી કારમાં આગ લાગી હતી અને તેમને ભારે નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NIA ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટ બાદ દિલ્હી-NCR માં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના બે દરવાજા—ગેટ નંબર 1 (ચાંદની ચોક તરફ) અને ગેટ નંબર 4 (લાલ કિલ્લા તરફ)—હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. કારના માલિકની અટકાયત કરીને સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ કારના માલિકે કાર વેચી દીધી હતી, આ કારના અનેક લોકો એ કાર ખરીદી હતી, લેટેસ્ટ માહિતી અનુસાર પુલવામાના તારિકને વેચી દેવામાં આવી હતી. આ કેસમાં હારલ કારના માલિકોની સતત પુછરપરછ ચાલી રહી છે.નોંધનીય છે કે આ કેસમાં તપાસને એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે મળ્યો જ્યારે ગુરુગ્રામ પોલીસે વિસ્ફોટગ્રસ્ત કારના કથિત માલિક સલમાનની શિવાજી નગર વિસ્તારના રહેવાસી તરીકે અટકાયત કરી. દિલ્હી સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સલમાનની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન સલમાને ખુલાસો કર્યો કે તેણે આ i20 કાર દિલ્હીના ઓખલામાં રહેતા દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી દીધી હતી. ગુરુગ્રામ પોલીસે દિલ્હી પોલીસને કાર સંબંધિત તમામ માહિતી પૂરી પાડી છે. CIA સેક્ટર 40ના ઇન્ચાર્જ લલિત કુમારે આ પૂછપરછની પુષ્ટિ કરી હતી, જોકે પોલીસ તપાસમાં સલમાનની સંડોવણીની કોઈ શંકા મળી નથી, જેના કારણે હવે તપાસનો દોર દેવેન્દ્ર તરફ લંબાયો છે. આ કાર પુલવામાના તારીકને સલમાને વેચી હતી.






