દિલ્હી સરકાર : નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ઓલા, ઉબેર અને રેપિડોની બાઇક સેવા બંધ કરવાનો આદેશ

0
211

જે લોકો ટ્રાફિક જામમાં ફસાયા વિના બાઇક ટેક્સી દ્વારા તેમની મંઝીલ સુધી પહોંચે છે તેઓને હવે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  એક મોટા શહેરમાં બાઇક ટેક્સી ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.હવે તમે દિલ્હીમાં બાઇક ટેક્સી નહીં મેળવી શકો. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ઓલા, ઉબેર અને રેપિડોની બાઇક સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં બાઇક પર મુસાફરોને લઈ જતા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવું ન કરવા પર આરોપી પર ભારે દંડ ફટકારવામાં આવશે, સાથે જ તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે.