દિલ્હી-NCR:બે દિવસ સવારે એક કલાક અને સાંજે બે કલાક માટે ગ્રીન ફટાકડા ફોડી શકાશે

0
238

દિવાળીના ઉત્સવો પહેલા ફટાકડા પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવા કરતાં સુપ્રીમ કોર્ટે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં તહેવાર દરમિયાન આકરી શરતો સાથે ગ્રીન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે દિવાળીના આગલા દિવસે અને તહેવારના દિવસે મર્યાદિત કલાકો માટે ગ્રીન ફટાકડા ફોડી શકાશે.

18થી 20 ઓક્ટોબર દરમિયાન ગ્રીન ફટાકડાનું વેચાણ પણ કરી શકશે. કોર્ટે પર્યાવરણની ચિંતાઓ તથા પરંપરાઓ વચ્ચે સંતુલન જાળવી રાખવાની તરફેણ કરી હતી. જોકે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ છૂટ ફક્ત ટેસ્ટ કેસ આધારિત છે અને તે ફક્ત ઉલ્લેખિત સમયગાળા માટે જ રહેશે.

2024માં દિલ્હી સરકારે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન બનેલી ખંડપીઠે આ અરજીઓને મંજૂરી આપી હતી.ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રદૂષણમાં વધારાથી આરોગ્ય સામે ગંભીર જોખમો ઊભા થાય છે. આની સામે જીવનના અધિકાર અને બિઝનેસ ચાલુ રાખવાના અધિકારો પણ મહત્ત્વના છે.