દિલ્હી NCR ની ધરા ધ્રુજી, 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

0
202

દિલ્હી-NCRમાં શનિવારે રાત્રે  ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8  હતી. આ આંચકા મોડી સાંજે 9.34 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું.

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવ્યું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. તે જ સમયે, ચંદીગઢ અને પંજાબના ઘણા વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ જિલ્લાથી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં 89 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે.