ક્રિકેટ દુનિયાની સૌથી જાણીતી રમતમાંથી એક છે. ભારતમાં તો તેને ધર્મ તરીકે જોવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં લોકો આ રમતને પ્રેમ કરે છે. આ રમતને સમર્થન આપવામાં ક્રિકેટ બોર્ડનું યોગદાન મહત્વનું હોય છે. અનેક દેશમાં ક્રિકેટ બોર્ડ લીગનું આયોજન કરવા લાગે છે. તેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગ જેવી ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે. આઈપીએલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની દેખરેખમાં થાય છે. દુનિયાની સૌથી જાણીતી આ ટી-20 લીગથી બીસીસીઆઈને બમ્પર આવક થાય છે.3730 કરોડ રૂપિયાની આવક સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ યાદીમાં પહેલા નંબરે છે. દર વર્ષે થનારી આઈપીએલમાંથી બીસીસીઆઈને વધારે ફાયદો થાય છે. બીસીસીઆઈનો અનેક કંપનીઓની સાથે કરાર છે. Byju’s, એમપીએલ, પેટીએમ, ડ્રીમ 11, અંબુજા સિમેન્ટ્સ અને સ્ટાર સ્પોર્ટ્સ બીસીસીઆઈ સાથે જોડાયેલી છે. ભારતમાં તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઈના હાલના અધ્યક્ષ છે.