દેશના આ 13 સાંસદોને મળશે સંસદ રત્ન એવોર્ડ…

0
171

ડો. અબ્દુલ કલામ આજે નથી પણ એમને જે પરંપરા આપી છે એ ભારત આજે પણ નિભાવી રહ્યું છે. કલામને ભારતના મિસાઈલમેન કહેવામાં આવે છે. આજે કલામની સલાહ પ્રમાણે ભારતે શરૂ કરેલા સાંસદ રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે. જેમાં સંસદના ૧૩ સાંસદોને સંસદ રત્ન એવોર્ડ ૨૦૨૩ માટે પસંદ કરવામાં આવ્યા છે.જેમાંથી પાંચ સાંસદો રાજ્યસભાના અને આઠ સાંસદો લોકસભાના છે.  જેમાં સંસદના કાર્યકાળ દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સાંસદોનો સમાવેશ કરવામાં આવે છે. આ સાંસદોને પ્રોત્સાહન આપવાનું કામ છે. જેમાં સાંસદમાં થયેલી કામગીરીને બિરદાવામાં આવે છે. કલામે આ પરંપરા શરૂ કરવાની સલાહ આપી હતી અને સરકારે એ નિભાવી હતી.  જે સાંસદોને એવોર્ડ માટે પસંદ કરાયા છે તેમાં સીપીઆઇ(એમ)ના રાજ્યસભાના સાંસદ જોન બ્રિટ્સ, આરજેડીના સાંસદ મનોજ જ્હા, એનસીપીના સાંસદ ફૌઝીયા અહેમદ ખાન, સમાજવાદી પાર્ટીના નેતા વિશ્વંભર પ્રસાદ, કોંગ્રેસના નેતા છાયા વર્મા, અધીર રંજન ચૌધરી, કુલદીપ રાય શર્મા, ભાજપના વિદ્યુત બરન મહતો, ડો. સુકાંત મજૂમદાર, વિજયકુમાર ગવિત, ગોપાલ શેટ્ટી, સુધીર ગુપ્તા અને એનસીપીના ડો. અમોલ રામસિંહનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના એક પણ સાંસદોનો સમાવેશ થયો નથી.