દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન…..

0
61

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિલમાં ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પહેલા તેમના નિધનના સમાચાર પણ સામે આવ્યા હતા, પરંતુ બાદમાં તેમણે પોતે જ આ સમાચારને ફગાવી દીધા હતા. રતન ટાટાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, ‘હું ઠીક છું અને મારી વૃદ્ધાવસ્થાને કારણે હું રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયો હતો. ચિંતા કરવાની કોઈ વાત નથી.’ટાટા સન્સના એન. ચંદ્રશેખરને કહ્યું કે, ‘અમે ખુબ દુઃખ સાથે રતન ટાટાને વિદાય આપી રહ્યા છીએ. તેમની વિરાસત આપણને પ્રેરિત કરે છે.’ આપને જણાવી દઈએ કે, બુધવારે સાંજે જ તેમની તબિયત લથડવાના સમાચાર આવ્યા હતા. જેના કેટલાક કલાક બાદ જ સમાચાર આવ્યા છે કે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટાના નિધનથી દેશભરમાં શોકની માહોલ છવાઈ ગયો છે. રતન ટાટાને દેશ ક્યારે ભૂલી નહીં શકે. તેમણે દેશ માટે એકથી એક ચઢીયાતા કામ કર્યા છે. ટાટા ગ્રુપને ઉંચાઈઓ પર પહોંચાડવામાં રતન ટાટાની સૌથી મોટી ભૂમિકા રહી છે.
રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર શોક વ્યક્ત કર્યો છે.