દેશના 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા….

0
191

આજે વહેલી સવારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી હતી. ગુજરાત સહિત દેશના 4 રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં કચ્છના રાપરમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તો બીજી તરફ, મેઘાલયના શિલોંગમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, તમિલનાડુના ચેંગલપટ્ટુમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ અને કર્ણાટકના વિજયપુરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. આજે ભારતના અનેક રાજ્યોમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. જેમાં કર્ણાટકના વિજયપુરા, ગુજરાતના કચ્છના રાપર તાલુકામાં, તમિલનાડુના ચેંગલપટ્ટુ તથા મેંઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કર્ણાટકના વિજયપુરામા સવારે 6.52 કલાકે 3.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. તો ઉત્તરી તમિલનાડુના ચંગલપટ્ટુ જિલ્લામા શુક્રવારે સવારે 7.39 કલાકે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જે જમીનથી 10 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ અનુભવાયું હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 રહી. તો ગુજરાતના કચ્છ જિલ્લામાં સવારે 9 કલાકે રાપર તાલુકામાં 3.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો.