ભારતમાં (India) કોરોના વાયરસથી (Corona Virus) સંક્રમિત લોકોના સંખ્યા વધીને 34 થયા છે. શનિવારે બે લદ્દાખમાં એક તમિલનાડુમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. પીએમ મોદીએ (PM Modi) કોરોના વાયરસ (Coronavirus)ની સ્થિતિથી લડવા માટે દેશની બધી મશીનરી તૈયાર રાખવાનું કહ્યું છે. આ ઉપરાંત ખતરા સામે લડવા માટે સંબંધિત વિભાગોને વધારે સારો તાલમેલ બનાવી રાખીને હાલાત ઉપર કાબૂ રાખવાની સૂચના આપી છે.
શનિવારે પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રાલયો દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની સમીક્ષા બેઠક બલાવી હતી. અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. મોદીએ અધિકારીઓને કહ્યું હતું કે, દુનિયાભરમાં અને દેશની અંદર કોરોના વાયરસ (COVID-19)થી બચવા માટે ઉપાયો કરવામાં આવી રહ્યા છે.
આવા જ ઉપાયો ભારતમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. લોકોને સલાહ આપવામાં આવવી જોઈએ કે શક્ય હોય તો સામૂહિક કાર્યક્રમોમાં જવાથી દૂર રહો. શું કરવું અને શું ન કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવું જોઈએ.ઈરાનમાં કોરોના વાયરસ સંક્રમિત ભારતીયોને ટૂંક સમયમાં ભારતમાં લાવવાની યોજના બનાવવા PM મોદીએ અધિકારીઓને આદેશ પણ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધન, વિદેશ મંત્રી ડો. એસ. જયસંકર, સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે કોરોના વાયરસ ઉપર લીધેલા પગલાં અંગે જાણકારી આપી હતી. આ બેઠકમાં કેન્દ્રિય કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ચીફ ઓફ ડિફેસ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેક્રેટરી ઓફ હેલ્થ, ફાર્મા સિવિલ એવિએશન, એક્સટર્નલ અફેર્સ, હેલ્થ રિસર્ચ, હોમ, શિપિંગ, એનડીએમએ, નીતિ આયોગના સભ્યો સહિત અન્ય અધિકારીઓએ પ્રેજન્ટેશન આપ્યું હતું.
કોરોના વાયરસ ઉપર અત્યાર સુધીની સૌથી મોટી બેઠક હતી. જેનો મોરચો ખુદ પીએમ મોદીએ સંભાર્યો હતો અને જરૂરી દિશા સૂચનો આપ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિવાર અને કલ્યાણ મંત્રાલયે આ મીટિંગમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને અન્ય સહાયક મંત્રાલયો દ્વારા કોરોના વાયરસ (COVID-19) ઉપર કરવામાં આવેલી તૈયારીઓની જાણકારી આપી હતી. બેઠકમાં હાજર દરેક વિભાગોના સચિવોએ પીએમ મોદીને કોરોના ઉપર કરવામાં આવેલા કામ અંગે જણાવ્યું હતું.