ધૂળેટીના દિવસે બંગાળમાં હિંસા, નંદીગ્રામમાં ભગવાનની મૂર્તિઓ ખંડિત કરી…

0
27

પશ્ચિમ બંગાળમાં ધૂળેટીના દિવસે અશાંતિ જોવા મળી છે. નંદીગ્રામથી ભાજપના વિધાયક શુભેન્દુ અધિકારીનો આરોપ છે કે શુક્રવારે 14 માર્ચ 2025ના રોજ તેમના મતવિસ્તારમાં મૂર્તિ ખંડિત કરવાની એક ઘટના સામે આવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયે પણ આ ઘટનાની ટીકા કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. અમિત માલવિયે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. નંદીગ્રામ બ્લોક 2ના અમદાબાદ વિસ્તારના કમાલપુરમાં સ્થાનિક રહીશો ગત મંગળવારથી જ પૂજા અર્ચના કરતા હતા. પરંતુ જ્યારે પૂજા અને રામનારાયણ કિર્તન નિર્વિધ્ને ચાલુ રહ્યા તો કેટલાક લોકોએ શ્રી રામના નામ સહન ન થતા સ્થળ પર તોડફોડ કરી અને મૂર્તિઓને અપવિત્ર કરી દીધી. પશ્ચિમ બંગાળમાં વધતી હિંસાને જોતા બીરભૂમ જિલ્લાના સેન્થિયા શહેરમાં ઓછામાં ઓછા 5 ગ્રામ પંચાયતવાળા વિસ્તારોમાં 17 માર્ચ 2025 સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આ પગલું અફવાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે લેવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે બીરભૂમમાં એક પથ્થરબાજીની ઘટનાના રિપોર્ટ બાદ પ્રભાવિત વિસ્તારોમાં પોલીસફોર્સ તૈનાત કરાઈ છે. આ પગલું શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે ભરાયું છે.