નાણામંત્રી નિર્મલા સીતારામણ આજે 20 લાખ કરોડના કોવિડ -19 રાહત પેકેજના પાંચમા અને અંતિમ બ્રેકઅપ આપ્યું હતું. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત એ સમયની માંગ છે. વૈશ્વિક પડકારોનો સામનો કરવાની ક્ષમતાને કેળવવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ પેકેજથી ગરીબો સુધી પૈસા મોકલવામાં આવી રહ્યા છે. બિલ્ડિંગ અને બાંધકામક્ષેત્રના કામદારોને પણ મદદ કરવામાં આવી છે. વિના મૂલ્યે અનાજ તથા કઠોળ આપવામાં આવી રહ્યું છે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મદદ કરવામાં આવી છે. 8.91 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવ્યા છે. આજે આ પેકેજના ભાગરૂપે સાત પગલાં અંગે મહત્વની જાહેરાત કરવાની છે. ડિફોલ્ટની સ્થિતિમાં કાર્યવાહી એક વર્ષ સુધી નહીં થાય. હવે વિદેશમાં સીધુ લિસ્ટીંગ કરી શકાશે. નોન કન્વર્ટેબલ ડિબેચરને રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. સરકારે મનરેગાના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર આપ્યો છે. આ ઉપરાંત ભવિષ્યની મહામારીની સ્થિતિની તૈયારી કરવામાં આવશે.