ધોરણ 9-12 માટે 30% અભ્યાસક્રમ ઓછો હશે !

0
854
Students of KBDAV Sector 7 Chandigarh after CBSE +2 results in Chandigarh on Monday, May 25 2015. Express photo by Jaipal Singh

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)આગામી વર્ષ તેના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મંગળવારે સાંજ બોર્ડે ટ્વિટર મારફતે આ અંગે નિર્ણય કરતા એક નોટિફિકેશન પણ જારી કર્યું છે. આ સાથે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) હેઠળ અભ્યાસ કરનાર 22 રાજ્યમાં 2020-21 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9થી ધોરણ 12 સુધીના અભ્યાસક્રમમાં એક-તૃત્યાંશ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. આ માટે NCERT અને CBSE બોર્ડના નિષ્ણાતોની એક સમિતિએ અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે એક મુસદ્દો તૈયાર કર્યો હતો અને ત્યારબાદ ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આ નર્ણયલ લીધો હતો. આ ઉપરાંત ધોરણ 8 માટે CBSE શાળાને જાતે જ અભ્યાસક્રમ તૈયાર કરવા કહેવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here