ધ્રુવી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો તાજ જીત્યો…!!

0
143

અમેરિકાની કોમ્પયુટર ઈનફોર્મેશન સિસ્ટમનો અભ્યાસ કરી રહેલી ધ્રુવી પટેલ આ વર્ષ મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ તરીકે પસંદગી પામી છે. 8 વર્ષની ઉંમરરમાં તેમણે આ સપનું જોયું હતુ. જે હવે પૂર્ણ થયું છે આ બ્યુટી પ્રેઝેન્ટ ન્યુ જર્સીમાં આયોજન કરવામાં આવ્યું હતુ.ધ્રુવી પટેલ આ વર્ષની મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ની પસંદગી થઈ ચૂકી છે. જે ભારતની બહાર ચાલતી એક ઈન્ડિયન બ્યુટી પ્રેઝેન્ટ છે, ધ્રુવી અમેરિકાથી કોમ્પુયટર ઈન્ફોર્મેશન સિસ્ટમમાં અભ્યાસ કર્યો છે. જેનું આયોજન ન્યુ જર્સીના શહેર એડિસનમાં કરવામાં આવ્યું હતુ. ધ્રુવીએ મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડની ફાઈનલ દરમિયાન જણાવ્યું કે, તે આગળ ચાલી બોલિવુડ અભિનેત્રી અને UNICEFની એમ્બેસેડર બનવા માંગે છે. આ પહેલા ધ્રુવીએ મિસ ઈન્ડિયા ઈંગ્લેન્ડ 2023નું ટાઈટલ પણ જીત્યું છે. ન્યુ જર્સીમાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ 2024નો તાજ પહેર્યા બાદ ધ્રુવી પટેલે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું ખુબ મોટા સન્માનની વાત છે. ધ્રુવી ગ્રીસ્વોલ્ડ કનેક્ટિકટની રહેવાસી છે. જે અમેરિકાના શહેર કનેક્ટિકટમાં સ્થિત ક્વિનિપિયાક વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરે છે.