‘ધ એમ્પાયર’માં ખાનઝદાનું પાત્ર ભજવવું પડકારજનક હતું : દૃષ્ટિ ધામી

0
652

પોતાના શક્તિશાળી પાત્ર વિશે દૃષ્ટિએ કહ્યું કે ‘ખાનઝદા બેગમનું પાત્ર ભજવવું એ મારા માટે ચૅલેન્જિંગ હોવાની સાથે સશક્ત પણ હતું. તેની આંખોના માધ્યમથી તમને તેની રણનીતિ અને યોજનાઓ જોવા મળશે.દૃષ્ટિ ધામીને ‘ધ એમ્પાયર’માં ખાનઝદાનું પાત્ર ભજવવાનું અઘરું લાગ્યું હતું. ડિઝની+હૉટસ્ટાર પર ૨૭ ઑગસ્ટે રિલીઝ થનારી આ સિરીઝને મીતાક્ષરા કુમારે ડિરેક્ટ કરી છે. આ વેબ-સિરીઝમાં કુણાલ કપૂર, ડિનો મોરિયા, શબાના આઝમી, આદિત્ય સીલ અને સહેર બમ્બા લીડ રોલમાં દેખાશે. બાબરની ભૂમિકામાં કુણાલ કપૂર અને તેની બહેન ખાનઝદાના રોલમાં દૃષ્ટિ દેખાવાની છે. સિરીઝની જર્ની વિશે દૃષ્ટિએ કહ્યું હતું કે ‘મારા માટે આ બ્રિલયિન્ટ ટીમની સાથે કામ કરવાથી માંડીને ટ્રેલરને લઈને દર્શકોના રીઍક્શન સુધીનો અનુભવ ખુશનુમા રહ્યો છે. ‘ધ એમ્પાયર’ના સેટ પર દરરોજનો અનુભવ પોતાનામાં જ અદ્ભુત હતો. સાથે જ ભારતીય મનોરંજન-જગતમાં આ બધાને એકસાથે જોવાથી અમારી જર્ની વધુ શાનદાર બની ગઈ હતી.’
આ શોમાં દૃષ્ટિ બાબરની માર્ગદર્શક બને છે. પોતાના શક્તિશાળી પાત્ર વિશે દૃષ્ટિએ કહ્યું કે ‘ખાનઝદા બેગમનું પાત્ર ભજવવું એ મારા માટે ચૅલેન્જિંગ હોવાની સાથે સશક્ત પણ હતું. તેની આંખોના માધ્યમથી તમને તેની રણનીતિ અને યોજનાઓ જોવા મળશે. જોકે તેના ઇરાદાને કેટલી સરળતાથી નિષ્ફળ બનાવવામાં આવે છે એ પણ દેખાડવામાં આવશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here