‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ ઓસ્કારમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ

0
318

આજે ભારતીય સિનેમા માટે ખાસ દિવસ છે. આજે ઓસ્કાર 2023માં ફિલ્મ RRRના ગીત ‘નાટૂ નાટૂ’એ બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ તેમજ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ‘એ એવોર્ડ જીત્યો છે. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. મોટાભાગના ભારતીયોએ ફિલ્મ RRR જોઇ છે અને તેઓ આ ફિલ્મ વિશે બધું જ જાણે છે. જાણો ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ વિશે.નિર્માતા ગુનીત મોંગા અને નિર્દેશક કાર્તિકી ગોન્સાલ્વિસની ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ને બનાવવામાં લગભગ 5 વર્ષ લાગ્યા હતા. આ ફિલ્મ 41 મિનિટની છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે.