ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા શુક્રવારે 2020-21નું નવી બોટલમાં જુના દારૂની ઉક્તિની યાદ અપાવતું આભાસી બજેટ જાહેર કરાયુ હતું. રૂપિયા 325.04 કરોડની આવક સામે 354.73 કરોડનો ખર્ચ અંદાજ અને વર્ષાંતે 329.19 કરોડની પુરાંત રહેવાની ધારણા સાથેના બજેટમાં નવી અને મોટા કદની કહેવાય તેવી કોઇ ઠોસ યોજનાઓ નથી. ચાલુ કામોને પણ બજેટ ખર્ચમાં મુકી દેવાયા છે. ઉલ્લેખ કરી શકાય તેવી નવી વાતમાં આર્થિક નબળા પરિવારો માટે સરગાસણ, વાવોલ અને પેથાપુરમાં મળીને 4 યોજનામાં 2100 આવાસ માટે 40 કરોડ, વિવિધ ટીપી સ્કીમમાં ખૂટતી કડીના રસ્તા માટે 50 કરોડ તથા ન્યૂ ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં ઉભરાતા ગંદા પાણીના નિકાલ માટે 2 સ્થળે 18 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ કરી શકાય તેમ છે. નવા રસ્તા માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમાં હયાત નગર રચના યોજનામાં જ્યાં ખચૂતા હોય ત્યાં અને નવી ખુલનારી ટીપીમાં રસ્તા બનાવવાનો સમાવેશ છે.
મુખ્ય કારોબારી અધિકારી જી સી બ્રહ્મભટ્ટને પૂછતાં જણાવ્યું કે જે કામ ચાલુ છે, તેને પણ ખર્ચ અંદાજમાં સમાવેશ કરવાનો થાય છે. નવા રસ્તા માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમાં હયાત નગર રચના યોજનામાં જ્યાં ખચૂતા હોય ત્યાં અને નવી ખુલનારી ટીપીમાં રસ્તા બનાવવાનો સમાવેશ છે. ભૂર્ગભ ગટર વ્યવસ્થા માટે 60 કરોડ અને વરસાદી પાણીના નિકાલની લાઇન માટે 50 કરોડની જોગવાઇ કરાઇ છે. તેમાં જાસપુરમાં 30 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ 30 કરોડના ખર્ચે ચાલી રહ્યું