નવાઝુદ્દીન અને પ્રિયા બાપટે ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ

0
284

નવાઝુદ્દીન સિદ્દીકી અને મરાઠી ઍક્ટ્રેસ પ્રિયા બાપટે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ ૧૯૯૦ના દાયકાની થીમ પરથી બનાવવામાં આવી રહેલી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું. આ ફિલ્મને સેજલ શાહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયુ છે અને ૪૦ દિવસ સુધી કરવામાં આવશે. નૅશનલ અવૉર્ડ વિનિંગ રાઇટર ભાવેશ માંડલિયા દ્વારા આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી છે. આ ફિલ્મને વિનોદ ભાનુશાલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે પ્રિયાએ ઘણી ટ્રેઇનિંગ અને વર્કશૉપ કરવી પડી હતી. આ વિશે વાત કરતાં પ્રિયાએ કહ્યું કે ‘આ થ્રિલર ફિલ્મનું નરેશન મેં જ્યારથી સાંભળ્યું છે ત્યારથી આ ફિલ્મને લઈને હું ખૂબ જ એક્સાઇટેડ છું. તેમ જ સોને પે સુહાગા એ છે કે મને એમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવા મળી રહ્યું છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ અદ્ભુત છે અને એમાં ૧૯૯૦ની થીમ જોવા મળશે. નવાઝુદ્દીન સાથે કામ કરવાથી મને ઘણું શીખવા મળશે.’