નવા વર્ષના પહેલાં દિવસે ઇસરોને મળી મોટી સફળતા….

0
170

નવા વર્ષના પહેલા દિવસે ભારતીય વૈજ્ઞાનિકોએ મોટી સફળતા હાંસલ કરી છે. પીએસએલવી રોકેટે એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ સહિત કુલ 11 ઉપગ્રહોને લઈને ઉડાન ભરી હતી. બાદમાં ઈસરોના ડિરેક્ટરે મિશનને સફળ જાહેર કર્યું. તેમણે કહ્યું કે આ સાથે નવા વર્ષની શરૂઆત થઈ છે.નવા વર્ષની પ્રથમ સવાર અને શ્રીહરિકોટાથી પ્રથમ લોન્ચિંગ… PSLV-C58 તેની નિશ્ચિત ભ્રમણકક્ષા તરફ આગળ વધી રહ્યું છે.’ શરૂઆતમાં યાન મહત્તમ દબાણમાંથી પસાર થયું હતું. પ્રથમ તબક્કાનો કુલ ઇગ્નીશન સમય 110 સેકન્ડ હતો, ત્યારબાદ તે અલગ થઈ ગયો. પ્રથમ તબક્કો અલગ કરવામાં આવ્યો અને બીજો તબક્કો શરૂ થયો… લગભગ 25 મિનિટ પછી, ISRO કેન્દ્રના ઓનબોર્ડ કેમેરાથી પૃથ્વીનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. તાળીઓ ફરી શરૂ થઈ. ઈસરોના વૈજ્ઞાનિકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.