નાગરિકોની રજૂઆતને વાચા આપવા શહેર ભાજપ દ્વારા પ્રસંશનીય પહેલ 

0
276

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, જનતાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ વધુ સુગમતા સાથે આવે તે હેતુથી શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા તમામ ૧૧ વોર્ડ કાર્યાલય ઇ- ઓફિસમાં ફેરવાશે જે અંતર્ગત સોફ્ટવેરના માધ્યમથી નાગરિકોએ સ્થાનિક સ્તરે વોર્ડ કાર્યાલય ખાત કરેલી રજૂઆતનું મોનીટરીંગ ડિજિટલી કરવામાં આવશે જેમાં રજૂઆત અને તે અંગે થયેલ પ્રગતિની વિગતની માહિતી સીધી નાગરિકના ફોનમાં પંહોચશે. આ ઉપરાંત નાગરિકોએ કરેલી રજૂઆતની માહિતી શહેર ભાજપ પ્રમુખ તેમજ વોર્ડ સંગઠનના જવાબદાર હોદ્દેદારો અને મ્યુ. કાઉન્સિલરને પણ તુરંત મોકલાશે. ભાજપ પેપરલેસ કાર્યપદ્ધતિ તરફ આગળ વધી રહ્યું છે.
જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ભાજપ ટેકનોલોજીના માધ્યમથી નવતર પ્રયોગ સાથે હકારાત્મક પ્રયાસ કરવા જઈ રહ્યું છે જેની શરૂઆત તા.૨ સપ્ટેમ્બર શનિવારે સાંજે ૫.૦૦ કલાકે વોર્ડ નં. ૧ ખાતેથી થશે. જેમાં સે.૨૬ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, મ્યુ. કાઉન્સિલર ઉપસ્થિત રહેશે.