ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે પોતાનું સતત નવમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક ક્ષણે તેઓ છેલ્લા સાત દાયકાથી ચાલી આવતી એક મોટી પરંપરા તોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અત્યાર સુધીના કેન્દ્રીય બજેટ માં ‘ભાગ-B’ માત્ર ટેક્સ સંબંધિત જાહેરાતો માટે જ અનામત રાખવામાં આવતો હતો, પરંતુ આ વખતે તેમાં મોટો ફેરફાર જોવા મળશે.
Union Budget 2026: નવી સદીનો આર્થિક દ્રષ્ટિકોણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતના બજેટના ‘ભાગ-B’ માં માત્ર કરવેરા જ નહીં, પરંતુ 21મી સદી માટે ભારતનું આર્થિક વિઝન પણ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધી બજેટના મુખ્ય મુદ્દાઓ ‘ભાગ-A’ માં સમાવવામાં આવતા હતા, પરંતુ હવે ‘ભાગ-B’ દેશની આંતરિક શક્તિ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને પ્રાથમિકતા આપશે. આ દસ્તાવેજમાં ભારત માટે ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવશે.






