નિર્ભયાનાં ચારેય ગુનેગારોને એક સાથે જ ફાંસી આપવામાં આવશે

0
1017

નિર્ભયાનાં આરોપીઓને અલગ અલગ ફાંસી આપવા માટે પિટીશન દાખલ કરવામાં આવી હતી. જોકે કોર્ટે કેન્દ્ર સરકારની આ પિટીશન ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ચારેયને એક સાથે જ ફાંસી આપી શકાય. કેન્દ્રએ કહ્યું કે હાઈકોર્ટનાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી દીધો છે. નિર્ભયાનાં ગુનેગારો ફાંસીથી બચવા માટે અલગ અલગ પ્રકારની પિટીશન કરી જાણી જોઈને ફાંસીની સજાથી બચવા કાયદાકીય પેંતરા કરી રહ્યાં છે. ત્યારે સરકાર તરફથી એક પિટીશન દાખલ કરી તમામને વારાફરથી ફાંસી આપવા માટે માંગણી કરી હતી. જેને પગલે દિલ્લી  હાઈકોર્ટે નિર્ભયાના ગુનેગારોને ફાંસી મામલે કેન્દ્ર સરકારની અરજી ફગાવી છે. ચારેયને એક સાથે જ ફાંસીઆપવામાં આવશે. ગુનેગારોને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. નિર્ભયાનાં ગુનેગારોને અલગ અલગ ફાંસી નહીં આપવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here