ટોક્યો ઑલિમ્પિક્સનો આજે 16મો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ રહ્યો છે. આજે ભારતનો 13 વર્ષનો ઇંતેજાર ખતમ થયો છે અને ભારતને ઑલિમ્પિક ઇતિહાસમાં ટ્રેક એન્ડ ફીલ્ડ સ્પર્ધાનો પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ઇતિહાસ રચ્યો છે જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ. ચોપડાએ ભારતને ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.
આજે ભારતને રેસલિંગમાં બજરંગ પૂનિયાએ ટોક્યો ઑલિમ્પિક્સમાં છઠ્ઠો મેડલ અપાવ્યો છે. આ સિવાય આ ભારતનો ચોથો બ્રૉન્ઝ મેડલ છે. આ પહેલા 2012 લંડન ઑલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા હતા. આની સાથે જ ભારતે લંડનને પાછળ છોડી દીધું છે. આ ભારતનું ટોક્યોમાં 7મું પદક છે.
ફાઇનલ રાઉન્ડમાં નીરજની આસપાસ પણ કોઈ ખેલાડી જોવા ન મળ્યો. આ સ્પર્ધાના પહેલા થ્રોમાં નીરજે જ્યાં 87.3 મીટર સુધીનો થ્રો ફેંકીને નંબર એક પૉઝિશન જાળવી હતી. તો બીજા થ્રોમાં તેણે આથી પણ વધારે 87.58 મીટર સુધી થ્રો ફેંકીને પોતાનાં સ્વર્ણ પદકની પકડ વધુ મજબૂત બનાવી.