નેતાઓના નિવાસ્થાન નિર્માણમાં નડતરરૂપ 200 વૃક્ષોનું નિકંદન..!?

0
176

પાટનગરમાં સૌપ્રથમ નિર્માણ પામેલા સે.૧૭ ખાતેના જુના સદસ્ય નિવાસના તમામ રહેણાંક મકાનો તોડીને નવા લકઝુરીયસ સદસ્ય નિવાસ નાનિર્માણ આડે આવતા કિંમતી પીઢ ૨૦૦ જેટલ વૃક્ષો કાપી નાખવાની પ્રકૃતિ વિરોધી પ્રવૃત્તિ સામે રોષે ભરાયેલા પર્યાવરણપ્રેમીઓએ પ્રકૃતિ રક્ષા અભિયાન આદરી પ્લેકાર્ડ સાથે વિરોધ વ્યક્ત
કર્યો હતો અને આ નિર્ણયમાં ફેરવિચારણા કરી નિકંદન રોકવા રોકવા સંદર્ભે કલેક્ટરથી
લઈ પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે. શહેરના સે.૧૭ની સાઈટ પર
લકઝુરીયસ સદસ્ય નિવાસ બાંધવા માટે વનવિભાગે ૧૯૯ જેટલાં અવરોધરૂપ
વૃક્ષો કાપવાની મંજૂરી પણ આપી દીધી છે. છે. જેમાં જુના પીઢ અને કિંમતી આંબા,
લીમડા, કણજી, પીપળા, ગરમાળા અને રુદ્રાક્ષ સહિત અનેક પ્રકારના વૃક્ષો
કાપમાં જઈ રહ્યા હોઈ આ નિકંદન રોકવા પ્રકૃતિપ્રેમીઓએ માગ કરી કરી તેને
બચાવવા માટેનો વિકલ્પ શોધવા પણ સૂચન કર્યું છે. જો આ વૃક્ષોનું નિકંદન
થવાનું જ હોય તો તેની સામે ૧૦ હજાર વૃક્ષો વાવવા માટે મંત્રીઓ સામે ચાલીને
ગ્રાન્ટમાંથી નાણા ફાળવે તેવી માગણી પણ કરવામાં આવી છે.