નોર્થથી લઈ સાઉથની આ 5 ફિલ્મો વચ્ચે 15 ઑગસ્ટે થશે જોરદાર ટક્કર

0
147

આ વર્ષે કેટલીક શાનદાર ફિલ્મો રિલીઝ થઈ છે અને તે તમામ પોતાની રીતે જોરદાર સાબિત થઈ રહી છે. પરંતુ ખરી મજા તો 15મી ઓગસ્ટે આવવાની છે. હા! કારણકે આ દિવસે એક કે બે નહીં પણ પાંચ ફિલ્મો રીલિઝ થવા જઈ રહી છે. આ તમામ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપશે. છેલ્લે આપણે ડંકી અને સાલર- પાર્ટ 1 સીઝફાયર વચ્ચે થયેલી ટક્કર જોઈ હતી. સાઉથ સિનેમા રસપ્રદ સ્ટોરીઝ સાથે ધૂમ મચાવતી આવી છે. આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને હિન્દી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર પોતાની અલગ છાપ છોડી રહી છે. જેના કારણે જોરદાર સ્પર્ધા થવાની છે. તો ચાલો, 15મી ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થનારી ફિલ્મોના પર એક નજર કરીએ.