Home News Entertainment/Sports નો કિસિંગ પૉલિસીને કારણે મારે ઘણી ફિલ્મો ગુમાવવી પડી હતી

નો કિસિંગ પૉલિસીને કારણે મારે ઘણી ફિલ્મો ગુમાવવી પડી હતી

0
678

બૉલીવુડમાં નોંધપાત્ર કામ કરીને ધ્યાન ખેંચવામાં સફળ રહેલી ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુરે પડદા પર ઇન્ટિમેટ સીન કરવા માટેના પોતાના ડિસકમ્ફર્ટ વિશે જાહેરમાં ચર્ચા કરી છે. એક ઇન્ટરવ્યુમાં મૃણાલે કહ્યું કે ‘હું પડદા પર રોમૅન્ટિક અને ઇન્ટિમેટ સીન કરવા માટે કમ્ફર્ટેબલ નહોતી. મારાં માતા-પિતા પણ એ માટે તૈયાર નહોતાં. તેમની આ લાગણીને કારણે મેં ઘણી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. મને જ્યારે કોઈ ફિલ્મની ઑફર મળતી અને રોમૅન્ટિક દૃશ્યો વિશે કહેવામાં આવતું ત્યારે હું ડરી જતી અને કામ કરવાની ના પાડી દેતી હતી. આ રીતે હું કેટલા સમય સુધી ના પાડતી રહું? એ પછી એક તબક્કે મારે મારાં માતા-પિતા સાથે બેસીને આ વાતની ચર્ચા કરવી પડી અને તેમને સમજાવવું પડ્યું કે રોમૅન્ટિક દૃશ્યો મારી ચૉઇસ નથી, પણ એને માટે હું ફિલ્મને ના ન પાડી શકું.’