ન્યૂયોર્ક શહેર સ્થિત એક એપોર્ટમેન્ટમાં લાગેલી આગમાં 9 બાળકો સહિત 19 લોકોના મોત

0
363

અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત એક એપોર્ટમેન્ટમાં લાગેલી આગમાં 9 બાળકો સહિત 19 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે આગ રવિવારે સવારે ખરાબ ઈલેક્ટ્રિક હીટરના કારણે લાગી અને જોત જોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ફાયર ડિપાર્ટમેન્ટ ન્યૂયોર્કના કમિશનર ડેનિયલ નીગ્રોએ જણાવ્યું કે 9 બાળકો સહિત 19 લોકોના આ અગ્નિકાંડમાં મોત થયા. જ્યારે અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમણે જણાવ્યું કે આગ ઈમારતની બીજી અને ત્રીજી મંજિલ પર એક ડુપ્લેક્સમાં સવારે 11 વાગ્યાની આસપાસ લાગી અને થોડીવારમાં તેણે અનેક ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા.આગને કાબૂમાં કરવા માટે લગભગ 200 ફાયર ફાઈટર્સે ઘણીવાર સુધી જદ્દોજહેમત કરવી પડી. જ્યારે મેયર એરિક એડમ્સે કહ્યું કે ન્યૂયોર્ક શહેરમાં આપણા ત્યાં જોવા મળેલી આગની સૌથી ભીષણ ઘટનાઓમાંથી આ એક છે. તેમણે કહ્યું કે પ્રાથમિક સ્તરે એવું માનવામાં આવી રહ્યું છે કે આગ ખરાબ ઈલેક્ટ્રિક ઉપકરણના કારણે લાગી પરંતુ હજુ પણ વિસ્તૃત તપાસના આદેશ અપાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here