પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ..

0
270

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસ પહોંચી છે. આ ઉજવણીમાં તેની બહેન કરિશ્મા કપૂર પહોંચી છે. પરિવારના સભ્યો સાથે બેબોએ 43મો જન્મદિવસ ઉજવ્યો હતો. કરિશ્મા કપૂરે કરીના કપૂર ખાનના જન્મદિવસ તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસ માટે પટૌડી પેલેસમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. કરીનાના 43માં જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.