‘પઠાણ’ફિલ્મ ના 100 કરોડમાં રિઝર્વ થયા OTT રાઇટ્સ

0
297

ફિલ્મ પઠાણના OTT રાઇટ્સ એમેઝૉન પ્રાઇમે રિઝર્વ કરી લીધા છે. રિપોર્ટમાં દાવો છે કે, એમેઝૉન પ્રાઇમે 100 કરોડ રૂપિયામાં OTT રાઇટ્સ ખરીદ્યા છે. જ્યારે ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડની આસપાસનું હોવાનું જાણવા મળ્યું છે.

25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થનારી શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો ઘણી જગ્યાએ વિરોધ જોવા મળ્યો હતો. ફિલ્મનું એક સોન્ગ ‘બેશર્મ રંગ’માં દિપીકા પાદુકોણે ભગવા રંગની બિકની પહેરી હોવાથી સમગ્ર મામલે પઠાણ ફિલ્મના બોયકોટની માંગ ઉઠી હતી.  કેટલીક જગ્યાએ તો FIR પણ નોંધાઇ છે. લોકોએ શાહરૂખ ખાનને રસ્તા પર લાવવાની પણ વાત કરી હતી પરંતુ અહીં બૉયકૉટનો ખેલ ઊંધો પડ્યો છે. ‘પઠાણ’ ફિલ્મે રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અુસાર ફિલ્મ પઠાણના OTT રાઇટ્સ એમેઝૉન પ્રાઇમે રિઝર્વ કરી લીધા છે. રિપોર્ટમાં દાવો છે કે, એમેઝૉન પ્રાઇમે 100 કરોડ રૂપિયામાં OTT રાઇટ્સ ખરીદ્યા છે. જ્યારે ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડની આસપાસનું હોવાનું જાણવા મળ્યું છે.  એક તરફ વિરોધ તો બીજી તરફ મોટી સંખ્યામાં દર્શકોનું કહેવું છે કે, આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી શકે છે. કારણ કે, યશરાજ ફિલ્મની અન્ય સ્પાઇ-વર્સ ફિલ્મ જેમ કે, ટાઇગર ઝિંદા હૈ, વૉર જેવી ફિલ્મ સફળ રહી  છે. એટલા માટે આ ફિલ્મ દુનિયાભરમાંથી 600 કરોડનું કલેક્શન કરે તેવી શક્યતા છે.