નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. આજે ફરી નાણાં મંત્રી બીજી પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી રહ્યાં છે. જેમાં ગ્રામીણ અને શહેરી ગરીબોની સાથે કૃષિ ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. આ સિવાય તેમાં મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળવાની સંભાવના છે. નાણાં મંત્રીએ કહ્યું- અમે પરપ્રાંતીય મજૂરો, ગરીબો અને જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીશું. લોકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અમે સતત જાહેરાતો કરી રહ્યાં છે. 3 કરોડ ખેડૂતોએ રાહતદરે લોન લીધી. તેમણે 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધી.માર્ચ-એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો.