પાટનગરના મોડેલ રેલવે સ્ટેશનમાં સુવિધાનો અભાવ…

0
178

ગાંધીનગરનુ રેલવે સ્ટેશન દેશમાં જાણિતુ બની ગયુ છે. રેલવે ટ્રેક ઉપર બનાવેલી હોટલના કારણે દેશમાં ખ્યાતિ પામ્યુ છે. પરંતુ રેલવે સ્ટેશન જોવામાં સારુ લાગી રહ્યુ છે, જ્યારે અનુભવવામાં ખરાબ લાગી રહ્યુ છે. ગાંધીનગર રેલવે સ્ટેશનમાં હાલમાં 18 ટ્રેન પસાર થઇ રહી છે અને તેનો લાભ શહેરવાસીઓ લઇ રહ્યા છે. પરંતુ સ્ટેશન ઉપર સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં સિનિયર સિટીજન માટે તો મુસીબત જોવા મળી રહી છે. પરિણામે સ્ટેશનમાં સુવિધાઓ વધારવામાં માંગ ઉઠી છે.ગાંધીનગરનુ રેલવે સ્ટેશન એક સમય માટે ભૂતિયા બંગલા જેવુ હતુ. પરંતુ સમયાંતરે સુધારો કરવામાં આવતા હાલમાં સમગ્ર દેશમાં નામના મેળવી રહ્યુ છે. પરંતુ તેમાં અનેક દુવિધાઓ જોવા મળી રહી છે. જેમાં પ્લેટફોર્મના બંને છેડા ઉપર ગલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં પાણી સહિતનુ વેચાણ થાય છે. પરંતુ આ સુવિધા તમામ પ્લેટફોર્મ ઉપર સ્ટેશનના છેવાડે અને વચ્ચે પણ જરુરી બની છે. પતંગની થીમ ઉપર રેલવે સ્ટેશનનુ નિર્માણ કરાયુ હતુ. જેમાં સુધારા બાદ હાલમાં હોટલના કારણે રેલવે સ્ટેશન જાણીતુ બની રહ્યુ છે. મોડેલ સ્ટેશન ઉપર જરુરિયાતની સુવિધાઓનો અભાવ ઝડપી દુર કરવામાં આવવો જોઇએ.રેલવે સ્ટેશન ઉપર સામાન લઇ જવા લાવવા માટે કુલી જોવા મળતા હોય છે. ગાંધીનગરમાં કુલીની વ્યવસ્થા જોવા મળતી નથી. જો કુલીની વ્યવસ્થા કરવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળી શકે છે.