પાટનગરમાં આવતાં લોકોએ કંટ્રોલરૂમ પર જાણ કરવાની રહેશે

0
473

પાટનગરમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. કોરોનાના કેસો જિલ્લાની બહારથી આવતી વ્યક્તિઓ અને તેના સંપર્કમાં આવેલા લોકોના કારણે વધી રહ્યા છે. જેને લઈ ગાંધીનગર જિલ્લા અને શહેરમાં આવતાં લોકોએ પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર, ગાંધીનગરમાં ક્યારે અને ક્યાં સ્થળે તેમજ ક્યાં વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની જાણ જિલ્લાના કંટ્રોલરૂમ પર જાણ કરવાની રહેશે.

જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે કોરોનાના કેસો જિલ્લાની બહારથી આવતી વ્યક્તિઓ અને તેના સંપર્કમાં આવેલા લોકોથી વધી રહ્યા છે. જેને કાબુમાં લેવા અમદાવાદ અને અન્ય જગ્યાએથી આવ્યા હોય અને જિલ્લામાં કોઈ જગ્યાએ રહેતા હોય તો તેમનું મેડીકલ ચેકઅપ જરૂરી છે. જેથી તેવા વ્યકિતઓની તમામ માહિતી ટોલ ફ્રી નંબર 1077, જિલ્લા કંટ્રોલરૂમ નંબર 079 23256720 અને 079 23256639 પર જાણ કરવાની રહેશે. તેમજ 14 દિવસ સુધી સેલ્ફ ક્વૉરન્ટીન રહેવું પડશે. જો કોઈ વ્યક્તિ જાણ નહિ કરે તો જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here