ગાંધીનગરમા વધી ગયેલી કાળઝાળ ગરમીમાં પશુ પંખી સહિત તમામ નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. શહેરમાં માર્ગો પર વાહનો મર્યાદિત માત્રામાં ફરતા હોવાના કારણે પ્રદૂષણની અસર ઓછી જોવા મળતી હતી પરંતુ ગરમીનો પારો સતત વધી રહ્યો હોવાને કારણે નાગરિકો બેબાકળા બની ગયા હતા. ગત સપ્તાહે નિસર્ગ વાવાઝોડાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેવા સમયે આજે પાટનગરમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. મૌસમના આ પહેલા વરસદમાં નાગરિકોએ ભીના થવાનો લ્હાવો ઝડપી લીધો હતો. ગાંધીનગરના એકાએક આકાશમાં ઘેરાઈને આવેલા કાળા ડિબાંગ વાદળો પાટનગરની ધરતી ઉપર વરસી પડ્યા હતા. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સંભળાઈ રહ્યા હતા પવન જોરજોરથી ફૂંકાયો હતો.