પાટનગર પીવાનું પાણી ૨૪ કલાક પૂરું પાડનાર દેશનું પ્રથમ શહેર બનશે

0
995

પાટનગર ગાંધીનગર ૩૬૫ દિવસ ચોવીસે કલાક સમગ્ર શહેરમાં પીવાનું પાણી પૂરું પાડનારું દેશભરનું પ્રથમ શહેર
બનવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિને સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ યોજનાનું ઇ-ખાતમુહૂર્ત કરી ગાંધીનગરાઓને નમોના જન્મદિને ભેટ આપી
હતી. ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે ૨૨૯ કરોડની આ યોજનામાં માથાદીઠ ૧૫૦ લીટર પાણીનું આયોજન કરાયું છે. પરંતુ નાગરિકો
પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરે એ પણ જરૂરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશમાં સૌ પ્રથમ એવી આ યોજનાનો શ્રેય અમિત શાહને આપતાં
ઉમેર્યું કે ૨૪ મહિનામાં આ યોજના પૂર્ણ કરવાનો ધ્યેય રખાયો છે. મેયર રીટાબેન પટેલે જણાવ્યું કે પાંચ દાયકા જુના પાણીને નેટવર્ક બદલાવીને પાણીની
લાઈન, સમ્પ સહિત નવું નેટવર્ક ઊભું કરાશે. જેમાં નવા સમાવિષ્ટ ૧૮ ગામો તથા પેથાપુર નગરપાલિકા સાથેનો સમગ્ર મનપા વિસ્તાર આવરી લેવાશે.
ઉલ્લેખનીય છે કે પાણી વિતરણ માટે ૨૭ કિ.મી.ની બલ્ક લાઈન અને ૩૨૪ કિ.મી. લાંબી લૂપ લાઈન નંખાશે. સાથે ૫૮ હજાર જેટલા વૉટર મીટર
મુકાશે. શહેરમાં હાલ ૩ લાખની વસતીમાં રોજ બે કલાક ૬૫ એમએલડી પાણી અપાય છે. જેની ક્ષમતા ૮૧ એમએલડી લઈ જઈ ભવિષ્યમાં સાત લાખ
નજીક વસતી થવાની ધારણા સાથે ૧૬૬ એમએલડી પાણી વિતરણ થઈ શકે. તે પ્રકારે દીર્ઘદૃષ્ટિ રાખી આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here