રાજ્યમાં ઓટો રીક્ષા, એસટી બસ, બ્યુટીપાર્લર અને સલૂન શરુ કરાશે

0
486

અમદાવાદમાં પશ્વિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ, દુકાનો અને ઓફિસો ચાલુ કરવામાં આવશે. સ્થાનિક સત્તાવાળા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. અમદાવાદના પુર્વ વિસ્તારમાં છૂટ મળશે નહીં. બીજા તબક્કામાં વિચાર કરીશું. સમગ્ર ગુજરાતમાં એસટી બસ શરૂ થશે. અમદાવાદમાં એસટી બસને પ્રવેશ અપાશે નહી. લગ્ન સમારોહમાં 50થી વધુ વ્યક્તિને મંજરી અપાશે નહી. મૃતકના અંતિમ સંસ્કારમાં 20 વ્યક્તિને મંજૂરી અપાશે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર દુકાનોને છૂટ આપે છે. પાન મસાલાની પણ છૂટ અપાશે. પણ દુકાન પર ટોળા ન થવા જોઈએ. વસ્તુ લઇને ફટાફટ નીકળી જાય તે મંજૂરી આપશે. વાળંદની દુકાનો બ્યુટીપાર્લર અને સલૂનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મંજૂરી આપવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે પબ્લિક લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. કેબ અને ટેક્સીની સર્વિસ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ડ્રાઈવર અને પ્લસ બે વ્યક્તિની છૂટ આપવામાં આવે છે. અમદાવાદના પુર્વ વિસ્તારમાં કેબ ટેક્સી બંધ રાખવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર હોટેલોને હોમ ડિલિવરીની મંજૂરી અપાશે. તેમના હેલ્થ કાર્ડ સાથે જ હોમ ડિલિવરી કરવામાં આવશે.

રાજ્યમાં સિટી લિમિટ બહાર હાઈવે ઉપર ધાબા અને રેસ્ટોરન્ટને સોશિયસ ડિસ્ટન્સના નિયમો સાથે છૂટ આપવામાં આવે છે. 33 ટકા કર્મચારીઓની ઓફિસો કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ઓફિસ ખોલવાની છૂટ આપવામાં આવશે. પૂર્વ અમદાવાદમાં આ છૂટ નહીં અપાય. તમામ ગેરેજ, વર્કશોપને ચાલુ કરી શકાશે. ટુ વ્હીલરમાં એક વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાઈવર પ્લસ 2 વ્યક્તિ અવરજવર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here