પાલિકાતંત્રની ક્ષમતા કે સત્તા સામે સવાલો ઊભા થાય એ સ્વાભાવિક છે…!

0
1156

પાલિકાતંત્રની ક્ષમતા કે સત્તા સામે સવાલો ઊભા થાય એ સ્વાભાવિક છે…!તહેવારોની શૃંખલાઓસાથેના પવિત્ર શ્રાવણનાસમાપન સાથે હવે ભરપૂરભાદરવે શ્રીગણેશના સ્થાપનનીતૈયારીઓ થઈ ગઈ છે. ગણેશઆરાધન બાદ પિતૃતર્પણનુંશ્રાદ્ધ પર્વ અને નવરાત બાદદિવાળી પર્વ પણ આવીને ઊભુંરહેશે. દેશભરમાં ભયાનકમંદીના માહોલમાં અટવાયેલાસૌશ્રી પાસેથી શુભની પ્રાર્થનાસાથે અચ્છે દિનની આશામાંબેઠા છે… આશા રાખીએ કેસૌની આશા પૂર્ણ થાય…!!ઉદ્યોગ-વેપારની સાથે સાથેરાજકીય, સામાજિક સર્વક્ષેત્રેમંદીનો માહોલ છે… વૈશ્વિકમંદી આભડીને દેશના અર્થતંત્રનેડહોળી ન નાખે એનીસાવચેતીરૂપે કેન્દ્ર સરકારેબેન્કોને મર્જ કરવા સાથેઉદ્યોગોને પણ કરભારણમાંથીરાહત આપવાના પ્રયાસો શરૂકર્યા છે. કાશ્મીરના વિવાદહેઠળ હજીસુધી દબાઈરહેલો મંદીનો મુદ્દો ઉછળીનેલોકરોષ ન જન્માવે એનીચિંતા સરકારને પણ હોય એસ્વાભાવિક છે.મંદીના માહોલમાં હજીજનજીવન સામાન્ય રહ્યું છે.ગાંધીનગર પણ એ જ એક જઘરેડમાં ચાલ્યે જાય છે…નીરસ રાજકારણ વચ્ચેરહીશોની એ જ રૂટીનસમસ્યાઓની ફરિયાદો,સરકારની વિકાસની જાહેરાતો,વચનો, સામાજિક સંગઠનો -સંસ્થાઓના પ્રસંગોપાતવિવિધ કાર્યક્રમો… મંદીમાં યગાંધીનગર જીવતું-ધબકતુંલાગતું રહે છે… વરસાદ પછીપાણી – ગંદકીના ભરાવાનીરખડતા ઢોરોની સમસ્યારહીશોને જરૂર સતાવતી રહેછે. મહાનગરપાલિકા તંત્રગંદકી – રખડતા ઢોરોનાપ્રશ્નના ઉકેલમાં ઊણું ઉતર્યું છેએ હકિકત છે. પ્રજાના કરનાપૈસે પાલવાતી ઢોરપકડ પાર્ટીઢોરોને પકડવામાં અને પકડાયએ ઢોરોને સાચવવામાં પાલિકાઉણી ઉતરે છે. તાજેતરમાં જપાલિકા હેઠળના ઢોરડબ્બામાંથી દબંગાઈ દેખાડીનેબસો જેટલા ઢોર છોડાવીજવાની જે ઘટના બની એ તંત્રમાટે શરમજનક છે. ઘોડાભાગ્યા પછી તંત્રએ તાળાદેવાની તૈયારીઓ આદરી છે.જવાબદારોને કાયદાકીય રીતેપકડમાં લેવાની કાર્યવાહી કરીછે પરંતુ આ ઘટનાના બે-ચારદિવસ પછી ફરી એક સેકટરમાંપકડાયેલા ઢોરોનેબળજબરીથી છોડાવવાનીઘટના બની છે ત્યારે તંત્રનીક્ષમતા કે સત્તા સામે સવાલોઊભા થાય એ સ્વાભાવિક છે.અત્યારે ચોમાસાના માહોલમાંમાર્ગવચ્ચે, ભરબજારે કે મેદાનેઅડીંગો જમાવતા સેંકડોપશુઓ વાહનચાલકો,રાહદારીઓ માટે આડશ કેયમના દૂત બનીને રહ્યા છેત્યારે તંત્રએ માનવીય ધોરણેપણ આ કિસ્સામાં કડકાઈદાખવી ક્ષમતા પૂરવારકરવાની જરૂર છે.