પીએમ મોદી ત્રણ દિવસની અમેરિકા મુલાકાતે, રાષ્ટ્રપતિ બાઈડન સાથે કરી દ્વિપક્ષીય વાતચીત

0
15

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ સાથે કેટલીક દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે. નરેન્દ્ર મોદી પીએમ તરીકે અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની પ્રવાસે ગયા છે અને હવે તેમની નવમો પ્રવાસ છે. વિદેશ મંત્રાલય એ મંગળવારે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે.રાષ્ટ્રપતિ બાઈડન સાથે પીએમ મોદીએ કરી વાતચીત ..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય વાતચીત માટે ડેલવાયર અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડનના ઘરે પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ ગઈ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ હજાર રહ્યા.